માનવોનો આપસમાં ઘણી
રીતે સંપર્ક થાય છે. જેમાં દૃશ્ય અને શ્રવણ પદ્ધતિ પ્રાથમિક પદ્ધતિ છે. આજના
સમયમાં, સૌથી મહત્વનું માનવ-મશીન સંપર્ક મુખ્યત્વે માનવની સુવિધાની બદલે મશીનની
સુવિધા ઉપર વધુ નિર્ભર છે. માઉસ અને કીબોર્ડ મુખ્ય ઇનપુટ સાધન છે. તથા વિઝ્યુલ
ડિસ્પ્લે યુનિટ મુખ્ય આઉટપુટ સાધન છે. આવી પ્રતિક્રિયાના પ્રયોગ કરવા માટે વિશેષ
કૌશલ અને માનસિક દૃષ્ટિકોણની જરૂર હોય છે, ઘણાં લોકો એનાથી સંપન્ન નથી હોતા. આપસી
સંપર્કના આ મશીન કેન્દ્રિત રીતને માનવ કેન્દ્રિત પ્રતિક્રિયામાં બદલવું જરૂરી છે.
જેનાથી કોમ્પ્યુટરોની ક્ષમતાનો લાભ બધાંને મળી શકે. કોઈની સામે જોવાથી જે સૂચના
પ્રાપ્ત શાય છે, એ વધુ પ્રભાવી હોય છે તો પણ માહિતી મોકલવા માટે વાણી સૌથી વધુ સરળ
સાધન છે. કોમ્પ્યુટર અને દૂરસંચાર વ્યવસ્થાના કારણે આજે શાબ્દિક સંવ્યવહાર વધારે
શક્તિશાળી થઈ ગયુ છે, જેની મદદથી લોકો દૂરના સ્થાનની માહિતી કોમ્પ્યુટરોથી લઈ શકે
છે.
શાબ્દિક સંવ્યવહારમાં સહજ ભાષા સમાવિષ્ટ છે. અને
આના કારણે માહિતી પ્રૌદ્યોગિકના ક્ષેત્રમાં ભાષા-તકનીકનું મહત્ત્વ વધી ગયું છે.
તેથી જ કોમ્પ્યુટર પર માનવ કેન્દ્રિત પ્રતિક્રિયા આજની જરૂરત છે. માનવ અનન્ય
વિશેષતાઓથી સંપન્ન છે. ભાષાની મદદથી માહિતી, વિચારો અને યોજના આપસમાં સહજ રીતે
આપલે કરી લે છે. માનવ મશીન એકબીજા પર પ્રતિક્રિયા દ્વારા સહજ ભાષા વડે વ્યક્તિગત
માનવ ભાષા પ્રૌદ્યોગિક તકનીકીની કોઈ બાબતની વિશિષ્ટ બાજુ વડે વાણી અને લેખને ઓળખી
મૂળ લેખનનો અનુવાદ કરી બંને ભાષા વાણી અને લેખની રચના સાથે સમન્વય કરી મશીન સાથે
ક્રિયા પ્રતિક્રિયા કરે છે.
કોમ્પ્યુટર પર ભારતીય ભાષાઓ ઉપર વિવિધ કામ કરવાની
સુવિધા પાછલા બે દાયકાથી ઉપલબ્ધ છે. એ સાથે જેમાં વિભિન્ન પ્લેટફૉર્મ અને પ્રશાસન
વ્યવસ્થા સાથે ડેટા પ્રક્રિયા, શબ્દ પ્રક્રિયા, ડેસ્કટોપ પ્રકાશન વગેરે સહિત
વિભિન્ન પ્રકારના કાર્ય સામેલ છે.
ભારતીય ભાષા પ્રૌદ્યોગિકીના ઉત્પાદનો અને સેવાઓના
વિકાસ કરવા માટે દેશના વિભિન્ન સ્થળો પર અંગત, સાર્વજનિક અને સરકારી સ્તર ઉપર
પ્રયત્નો કરાયા છે. સ્ત્રોત કેન્દ્રો અને કૉઇલનેટ(coilnet) કેન્દ્રો દ્વારા વિકસિત
ભાષા પ્રૌદ્યોગિકો અને સાધનોને ઝડપથી પ્રયોગમાં લાવવા જરૂરી છે. જેથી એની
ઉપયોગિતાની પ્રતિક્રિયા મળી શકે અને એને ઊત્પાદન માટે ઉપલબ્ધ કરી શકાય. અનુસંધાન
અને વિકાસનો પ્રભાવ આખા સમાજ પર થવો જોઈએ. આનો અર્થ છે કે અનુંસંધાનના પ્રયાસોને
પ્રયોગશાળાઓ સુધી સીમિત ન રાખી આમનું નિયોજન જલ્દીથી કરવું જોઈએ. જેના પર
વપરાશકર્તાઓના પ્રતિસાદ તથા એમના અનુભવની જાણકારી પ્રાપ્ત શઈ શકશે અને એમાં વધુ
પરિશોધન કરી શકાય.
સરકારે આગલા એક વર્ષમાં નિમ્ન લિખિત ઉત્પાદનો અને ઉપાયો સાર્વજનિક ડોમેનમાં ઉપલબ્ધ
કરાવવાની પૂરી તૈયારી કરી લીધી છે:
-
ફોન્ટ્સ (TTF and OTF) અને શબ્દ પ્રક્રિયાને બધી
ભારતીય ભાષાઓમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા.. પહેલા પગલા રૂપે સાર્વજનિક
ડોમેનમાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી તામિલ ભાષાને પસંદ કરવામાં આવી અને આ
માટે જાણીતા TTF ફોન્ટ્સને ક્રિયા-પ્રતિક્રિયા માટે પ્રકાશન ઉદ્યોગ સાથે
વિચારવિમર્શ કરીને પસંદ કરવામાં આવ્યા. વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ NT
platform સિસ્ટમમાં TTF ફોન્ટ્સનો ઉપયોગ મોટા પાયે થાય છે. વિન્ડોઝ 2000, XP, 2003
અને Linux platforms માટે OTF (Open type font) રજૂ કરવામાં આવ્યા છે. આ
પ્રયત્નોને કારણે શબ્દ પ્રક્રિયા (પ્રવર્તમાન અને નવા) આ ફોન્ટ્સનો ઉપયોગ કરી
શકશે. આના પરિણામ સ્વરૂપ ડેટા તૈયાર કરવા વધુ ને વધુ ફોન્ટ્સનો ઉપયોગ Tamil
Net/Tamil 99 અને ટાઇપરાઇટર કીબોર્ડ સાથે કામ કરનારાઓને ઉપલબ્ધ રહેશે.
-
બધી ભારતીય ભાષાઓમાં માહિતી કાઢવા, પુનઃપ્રાપ્તિ
અને અંકીયકરણ કરવા માટે Optical Character Recognition (OCR) છે. OCR સ્કેન ઇમેજને
(છપાયેલા પૃષ્ઠોને સ્કેનરથી સ્કેન કરી શકાય) સંપાદિત કરવા યોગ્ય પાઠમાં બદલે છે
જેથી એનો પ્રયોગ અન્ય પ્રયોગમાં લાગુ કરી શકાય અને એ રીતે એને ફરી સુધારી શકાય.
પ્રકાશન ઉદ્યોગ માટે આ લાભદાયક છે. તેઓ ફરી મુદ્રણ કરી નવું પ્રકાશન કરવાના કામમાં
આનો ઉપયોગ કરી શકે છે.
-
વાણીની પ્રતિક્રિયા થકી રેલ્વે માહિતી,
સ્વાસ્થ્યની દેખભાળ, કૃષિ વિજ્ઞાન, કુદરતી આફત સામે વ્યવસ્થા અને બીજા સાર્વજનિક
લાભદાયી હિત મળી શકે છે. આને કારણે લોકોને મોટા પાયા પર ભારતીય ભાષાઓમાં
પ્રૌદ્યોગિકી ક્ષેત્રે પ્રગતિનો લાભ મળી શકે એમ છે. વ્યવસ્થાની સાથે સંપર્ક કરવાના
પ્રયોજન માટે માણસની વાણીની ઓળખથી માણસના અવાજની ઓળખને મૂળ પાઠમાં માહિતી બદલવામાં
આ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. પાઠથી વાણીનો પ્રયોગ ઇન્ટરનેટથી માહિતી સેવા જેવા
પ્રયોગો માટે દૃષ્ટિહીન વ્યક્તિઓને પાઠ સંભળાવીને કરી શકાય છે.
-
ઇન્ટરનેટ અભિગમ સાધન વડે ભારતીય ભાષાઓમાં
બ્રાઉઝર, સર્ચ એન્જિન અને ઈ-મેઇલની સુવિધા મળશે. ભારતીય ભાષાઓમાં ઈ-મેઇલ મોકલવું-
મોકલવાનું સંભવ થશે અને જ્યારે કોઈ પણ એક ભારતીય ભાષામાં સમસ્યા પૂછાશે., ત્યારે
સર્ચ એન્જિન અન્ય ભારતીય ભાષાઓમાં માહિતી શોધવામાં મદદ આપશે.
-
ભારતીય ભાષાઓ અને અંગ્રેજી ભાષા માટે ઑનલાઇન
અનુવાદ સેવા સાધનની સુવિધા. આનાથી લોકોને અંગ્રેજી અને કોઈ પણ ભારતીય ભાષામાં
ઉપલબ્ધ કોઈ સૂચના સામગ્રીનું અનુવાદ પોતાની પસંદની ચોક્કસ ભારતીય ભાષામાં કરવામાં
મદદ મળશે.
TDIL ડેટા કેન્દ્રોના માધ્યમથી ઑનલાઇન હેલ્પ ડેસ્કની સાથે ઉત્પાદન સેવાઓ ઉપલબ્ધ થઈ
રહી છે.
સંશોધનમાં મદદ, ઉત્પાદન અને એનો ઉપયોગ કરવાની
ક્રિયામાં સહાય થવાના ઉદ્દેશથી, TDIL-DC (ભાષા પ્રૌદ્યોગિકી ઉપયોગિતા વિતરણ ચેનલ)
માટે સરકારે સમય મર્યાદા સાથે લક્ષ્ય કાર્ય સ્વીકારેલું છે. ઉપર જણાવેલ કાર્યની
સુવિધા પ્રાપ્ત થાય તે માટે નીચેના પગલા લેવામાં આવ્યા છે:
-
TDIL ડેટા કેન્દ્રોના માધ્યમથી ભાષા
પ્રૌદ્યોગિકી સાધનોનું વિતરણ.
-
વિકાસના તબક્કે દૂરંદેશી રીતભાત ધરાવતું
કેન્દ્ર.
-
વિકસિત સાધનો, પ્રૌદ્યોગિકીઓ, ઉત્પાદનો તથા
સેવાઓ અધિપ્રાપ્ત.
-
ભાષા પ્રૌદ્યોગિકીના ક્ષેત્રોમાં સરકારના
પ્રયત્નોમાં જાગરૂકતા લાવવી અને ઉપલબ્ધ સાધનો તથા પ્રૌદ્યોગિકીના માધ્યમથી
પ્રચાર-પ્રસાર કરવો.
-
વપરાશકર્તાઓને સરળતાથી નિઃશુલ્ક રૂપે, સાધનો,
ઉપયોગિતાઓ, ઉત્પાદનો વગેરે ડાઉનલોડ કરવાની સુવિધા.
-
ભાષા પ્રૌદ્યોગિકી માં અંગત-સાર્વજનિક
ભાગીદારીને પ્રોત્સાહન
-
વિશિષ્ટ અરજી ક્ષેત્રના લક્ષ કાર્ય શરૂ
કરવા.
|